Audambar History

555

ઔદુમ્બર બ્રાહ્મણનો ઈતિહાસ

ઔદુમ્બર જ્ઞાતિનો સળંગ ઈતિહાસ મળવો મુશ્કેલ છે. પરંતુ અલગ અલગ ગ્રંથોમાં થયેલા ઉલ્લેખો ઉપરથી તે તૈયાર કરી શકાય છે. હરીવંશ પુરાણ હરીશચંદ્ર પુરાણ, દેવગદાધર, મહાત્મય જેવા ગ્રંથોમાંથી સ્પષ્ટ પણે માહિતી મળી શકે છે.

હરીશચંદ્ર પુરાણ જે રૂદ્રગ્યોપાખ્યાન નામે પણ ઓળખાય છે. તેમાં ઔદુમ્બર જ્ઞાતિની ઉત્પતિ વિશે જણાવ્યુ છે કે, ઋુષી વિશ્વામિત્રની જેમજ રાજા હરીશચંદ્રએ ઋુષી ઔદુમ્બર પાસે પણ રાજસુયા યજ્ઞ કરાવ્યો હતો. તેમાં ૧૬ ગામના બ્રાહ્મણોની વરણી કરી હતી. આ ઔદુમ્બર ઋુષીના અનુયાયીઓ આગળ જતા ‘‘ઔદુમ્બર બ્રાહ્મણ’’ તરીકે ઓળખાયા.

ઔદુમ્બર ઋુષીના આ શીષ્યો માટે ઔદુમ્બર ઋુષીની આજ્ઞા અનુસાર રાજા હરીશચંદ્ર એ દરેક ઔદુમ્બર બ્રાહ્મણ માટે બે વૈશ્ય(વણિક)ની વૃત્તિ નીયત કરી હતી. આ વણિકો હાલ નિમા-વણિક તરીકે ઓળખાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નિમા-વણિકોના ઈષ્ટદેવ પણ દેવ ગદાધરાય છે.

અભ્યંતર કેમ કહેવાયા?

અભ્યંતર એટલે અંદરનું, માંહેલું,
ઔદુમ્બર બ્રાહ્મણનાં ત્રણ વિભાગ હતા.

ઔદુમ્બર ઋુષીના આશ્રમમાં રહેતાં બ્રાહ્મણોએ દાન લેવાના અમુક દોષના લીધે, દાન લેવાનો ત્યાગ કર્યો એટલે એ અભ્યંતર(ઋુષીના આશ્રમમાં રહેતા અંદરના) કહેવાયા.

બીજા અમુક બ્રાહ્મણોએ દાન લઈને તેના દોષોને તપસ્યાથી દુર કરવાનું યોગ્ય માન્યું તેઓ પાતકહર(પોતા) બ્રાહ્મણ કહેવાયા.

જેમને દાન લીધુ અને તપસ્યા પણ ન કરી એ લોલુપ(લાડ) તરીકે ઓળખાયા.

ઉદુમ્બર કે ઔદુમ્બર?

માલતી માધવ, મહાવીર ચરીત્ર, હરીશચંદ્ર પુરાણના આધારે ઔદુમ્બર કરતા ઉદુમ્બર શબ્દ યોગ્ય હોવાનંમ માલુમ પડે છે. પ્રાકૃત તેમજ પ્રાદેશિક ભાષામાં અપભ્રંશ થઈ પાછળ થી ઔદુમ્બર નામ પ્રચલીત બન્યુ હોય તેવો સંભવ છે.

વેદરત્ન પરશુરામ શાસ્ત્રી દ્વારા લખેલ ‘‘ગૌડ બ્રાહ્મણ વંશેતિવૃત્તમ’’ માં બ્રાહ્મણોના ૧૮૬૫ પ્રકાર ગણાવ્યા છે. તેમાં ૮૭માં નંબરે ઉદુમ્બર અને ૧૦૯માં નંબરે ઔદમ્બર છે એમ આપણી જ્ઞાતિ માટે ઉદુમ્બર, ઔદુમ્બર કે ઔદમ્બર ત્રણે શબ્દો પ્રયોજાય છે. મુળ શબ્દ ઉદુમ્બર હોવાની શક્યતા છે.

ગુજરાતનાં ઔદુમ્બર કોણ?

ગુજરાતમાં મુળરાજ સોલંકીએ વસાવેલા બ્રાહ્મણો ગુર્જર બ્રાહ્મણો તરીકે ઓળખાવા લાગ્યા અને તેમની ૮૪(ચોર્યાસી) પેટા જ્ઞાતિઓ કરી. આ ચોર્યાસી પેટા જ્ઞાતિઓ પૈકીની એક જ્ઞાતિ ઔદુમ્બર પણ છે.

ઔદુમ્બર બ્રાહ્મણો પહેલાં મધ્યગુજરાત તથા માળવાના પ્રદેશમાં વસવાટ કરતા હતાં એનો ઉલ્લેખ શ્રી વેદરત્ન પરશુરામ શાસ્ત્રી દ્વારા લખેલ ‘‘ગૌડ બ્રાહ્મણ વંશેતિવૃત્તમ’’ માં છે.

પંચગ્રામ

શરૂઆતમાં ઔદુમ્બર બ્રાહ્મણો ગુજરાતમાં શામળાજી પ્રદેશમાં વસવાટ કરતા હતા. આ સમયે શામળાજીથી ૧૮ માઈલના અંતરે મોહડવાસક(હાલનું મોડાસા) મોટું શહેર હતું. આથી ઘણા કુટુંબો મોડાસા ખાતે વસવાટ કરવા લાગ્યા ત્યાંથી એક યા બીજા કારણસર સમય જતાં મહુધા, કપડવંજ, બીરપુર, બાલાશિનોર અને ગોધરા જઈને વસ્યા. કુલ છ ગામનું એક એકમ પંચગ્રામ તરીકે ઓળખાયું. આવા કુલ ત્રણ પંચગ્રામ એકમ બન્યા.

  • ગુજરાત
  • માળવા
  • વાગડ

ગુજરાત પંચગ્રામનું મુખ્ય શહેર – ગોધરા, વાગડ પંચગ્રામનું મુખ્ય શહેર – ઝાલોદ, માળવા પંચગ્રામનું મુખ્ય શહેર – ઈન્દોર હતાં.

માત્ર આપડું દાંતા ગામજ સ્વતંત્ર રહ્યું જે ત્રણ પૈકી કોઈ પણ પંચગ્રામ સાથે જોડાયું નહી. કુલ ૬ ગામ ભેગામળી એક પંચગ્રામ એવા ત્રણ પંચગ્રામ વત્તા આપણું દાંતા ગામ એમ કુલ ૧૯(ઓગણીસ ગામોમાં) ઔદુમ્બર બ્રાહ્મણની વસ્તી છે. લાડ, પોતા અને અભ્યંતર એમ ત્રણ ઔદુમ્બર છે એકબીજા સાથે લગ્ન વ્યવહાર કરતાં નથી.

ગુજરાત પંચગ્રામમાં ગોધરા, બાલાશિનોર, બીરપુર, મોડાસા, કપડવંજ અને મહુધા એમ કુલ ૬(છ) ગામ હતાં. આપણે દાંતા ગામનાં ઔદુમ્બરો છેલ્લા કેટલાક સમયથી આ ગામો સાથે હવે લગ્ન વ્યવહાર રાખીએ છીએ. પણ ત્રણ પૈકી કોઈ પણ પંચગ્રામ સાથે ઐતિહાસીક રીતે જોડાયેલા નથી.